તિથિ — ચાંદ્ર દિવસ
ચંદ્રને સૂર્ય કરતાં રેખાંશમાં 12 અંશ આગળ વધતાં જેટલો સમય લાગે તે એક તિથિ. ત્રીસ તિથિનો એક ચાંદ્ર માસ બને છે, જે અજવાળિયા (શુક્લ પક્ષ) અને અંધારિયા (કૃષ્ણ પક્ષ) એમ બે પખવાડિયાંમાં વહેંચાયેલો છે.
ચંદ્રની ગતિ એકસરખી નથી હોતી, તેથી તિથિની લંબાઈ નિશ્ચિત નથી. તે આશરે 19થી 26 કલાક સુધીની હોઈ શકે છે; એટલે જ તિથિ ભાગ્યે જ કેલેન્ડરના દિવસ સાથે બંધબેસે છે, અને ક્યારેક કોઈ તિથિ છૂટી જાય છે કે બેવડાય છે.